બ્રેક-ઇવન કૅલ્ક્યુલેટર

તમારો ફિક્સ ખર્ચ કાઢવા દર મહિને કેટલા યુનિટ વેચવા પડે – અને જોઈતા નફા માટે કેટલા વધારે – એ જાણો.

ભાડું, પગાર, લાઇટ બિલ, EMI, સૉફ્ટવેર – કંઈ ન વેચો તો પણ ચૂકવવા પડતા ખર્ચ.

એક યુનિટની ખરીદી કે બનાવવાનો ખર્ચ, પૅકિંગ, ડિલિવરી અને કમિશન.

દર મહિને બ્રેક-ઇવન વેચાણ
બ્રેક-ઇવન વેચાણ રકમ
યુનિટ દીઠ કૉન્ટ્રિબ્યુશન
કૉન્ટ્રિબ્યુશન માર્જિન
દિવસ દીઠ યુનિટ (26 કામકાજના દિવસ)

આનાથી ઓછા યુનિટ વેચાય તો મહિનામાં નુકસાન થાય; એનાથી ઉપરનો દરેક યુનિટ પોતાનો કૉન્ટ્રિબ્યુશન નફામાં ઉમેરે છે.

તમારા બ્રાઉઝરમાં ચાલે છે. તમે જે નાખો એ અમને મોકલાતું નથી કે અમારા સર્વર પર સેવ થતું નથી.

બ્રેક-ઇવન કૅલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું

  1. એક મહિનાનો તમારો ફિક્સ ખર્ચ નાખો: ભાડું, પગાર, લાઇટ બિલ, લોનનો EMI વગેરે.
  2. એક યુનિટની વેચાણ કિંમત નાખો.
  3. એક યુનિટનો વેરિએબલ ખર્ચ નાખો: ખરીદી કે બનાવવાનો ખર્ચ, પૅકિંગ, ડિલિવરી, કમિશન.
  4. જોઈએ તો અંદાજિત વેચાણ કે ટાર્ગેટ નફો ઉમેરો.
  5. બ્રેક-ઇવન યુનિટ, વેચાણ રકમ અને દિવસ દીઠ જરૂરી યુનિટ વાંચો.

બ્રેક-ઇવનની ફોર્મ્યુલા

બ્રેક-ઇવન યુનિટ = ફિક્સ ખર્ચ ÷ (વેચાણ કિંમત − યુનિટ દીઠ વેરિએબલ ખર્ચ). દરેક વેચાણમાંથી વેરિએબલ ખર્ચ પછી બચતી રકમ એ કૉન્ટ્રિબ્યુશન છે. ₹50,000 ફિક્સ ખર્ચ અને યુનિટ દીઠ ₹100 કૉન્ટ્રિબ્યુશન હોય તો બ્રેક-ઇવન માટે 500 યુનિટ વેચવા પડે.

નિર્ણય લેવા માટે ઉપયોગ

ભાવ, સપ્લાયરનો રેટ કે ભાડું બદલીને જુઓ કે બ્રેક-ઇવન કેટલું ખસે છે. થોડો ભાવ વધારો કે ઓછો વેરિએબલ ખર્ચ ઘણી વાર ધાર્યા કરતાં વધારે બ્રેક-ઇવન ઘટાડે છે. ઘણી આઇટમ વેચતા હો તો સરેરાશ ભાવ અને સરેરાશ વેરિએબલ ખર્ચ વાપરો.

લોકો પૂછે છે એ સવાલો

ફિક્સ ખર્ચમાં શું ગણાય?

મહિનામાં ગમે તેટલું વેચો તો પણ સરખો રહેતો ખર્ચ: દુકાનનું ભાડું, સ્ટાફનો પગાર, લાઇટ બિલનો ફિક્સ ચાર્જ, ઇન્ટરનેટ, સૉફ્ટવેર સબ્સ્ક્રિપ્શન, લોનના EMI અને તમારો પોતાનો ઉપાડ, જો એ પણ કાઢવો હોય તો.

વેરિએબલ ખર્ચ શું છે?

દરેક વેચાયેલા યુનિટ સાથે વધતો ખર્ચ: ખરીદી કે કાચા માલનો ખર્ચ, પૅકિંગ, ડિલિવરી, પેમેન્ટ ગેટવે કે માર્કેટપ્લેસ કમિશન.

માર્જિન ઑફ સેફ્ટી શું છે?

તમારું અંદાજિત વેચાણ બ્રેક-ઇવનથી કેટલું ઉપર છે, અંદાજિત વેચાણના % માં. 30% માર્જિન ઑફ સેફ્ટી એટલે નુકસાન શરૂ થાય એ પહેલાં વેચાણ 30% ઘટી શકે.

GST સાથેના ભાવ વાપરવા કે GST વગરના?

તમે GST માં રજિસ્ટર્ડ સામાન્ય બિઝનેસ હો તો GST વગરના ભાવ વાપરો, કારણ કે તમે વસૂલો છો એ GST તમારી આવક નથી.

બીજાં ફ્રી ટૂલ

બધાં ફ્રી ટૂલ